Saturday, April 25, 2020

કોરોના વેક્સિન ટ્રાયલ


HELTH
April 24, 2020

Abhishek Koladiya


કોરોના વેક્સિન ટ્રાયલ

કોરોના વાયરસ મહામારી સામેના જંગમાં એન્ટી વાયરલ ડ્રગ રેમડેસિવયર ને લઈ વિશ્વને અનેક આશાઓ હતી જેના પર હાલ પૂરતું પાણી ફરી વળ્યું છે.

આ દવા તેના પ્રથમ રેન્ડમ ક્લિનિકલ ટ્રાયલમાં જ અસફળ રહી છે.

ચીની ટ્રાયલ દરમિયાન આ ડ્રગની અસફળતાની જાણ થઈ હતી.



તેનાથી દર્દીઓમાં કોઈ સુધારો નથી જણાઈ રહ્યો મતલબ કે, આ દવા આપવાથી દર્દીના લોહીમાંથી વાયરસ ઘટી નથી રહ્યો.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને રિપોર્ટ હટાવી લીધોરિપોર્ટ પ્રમાણે કુલ 237 દર્દીઓ પૈકી કેટલાકને રેમડેસિવયર ડ્રગ આપવામાં આવ્યું હતું .


એક મહીના બાદ રેમડેસિવયર ડ્રગ લેનારા 13.9% દર્દીના મોત થયા હતા જ્યારે તેની સરખામણીએ પ્લેસીબો લેનારા 12.8% દર્દીના મોત થયા હતા.


આ સંજોગોમાં સાઈડ ઈફેક્ટ્સના કારણે ટ્રાયલને પહેલા રોકી દેવામાં આવી હતી.


ગિલિએડ સાયન્સનો વિરોધ અમેરિકી ફર્મ ગિલિએડ સાયન્સ દ્વારા આ રેમડેસિવયર ડ્રગ બનાવવામાં આવ્યું છે.


અને કંપનીએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની પોસ્ટ અંગે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.


કંપનીએ જુના રિપોર્ટને ખોટો અને ઉતાવળનું પરિણામ ગણાવ્યો હતો અને ખૂબ ઓછા પરીક્ષણો થયા હોવાથી તેના પરિણામ વિરૂદ્ધ સવાલ ન કરી શકાય તેમ જણાવ્યું હતું.


બ્રિટનમાં સૌથી મોટું વેક્સિન ટ્રાયલ આ તરફ ગુરૂવારથી બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સિનનું સૌથી મોટું ટ્રાયલ શરૂ થઈ ગયું છે.


વૈજ્ઞાનિકોએ આ વેક્સિનની સફળતા માટે 80% સુધીનો દાવો કરેલો છે અને ખૂબ જ ઝડપથી થઈ રહેલા આ પરીક્ષણ પર વિશ્વની નજર ટકેલી છે.


બ્રિટનની 165 હોસ્પિટલના 5,000 દર્દીઓ પર એક મહીનો તેની ટ્રાયલ થશે અને તે જ રીતે યુરોપ-અમેરિકામાં પણ સેંકડો દર્દીઓ પર તેનું પરીક્ષણ થશે.


0 comments:

Post a Comment