Saturday, April 25, 2020

ડીજીટલ ભણતર


   EDUCATION

ડીજીટલ ભણતર

April 25, 2020 

છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે.

એવા સમયે સરસ્વતીના મંદિર ગણાતા વિદ્યાધામો સ્કૂલ કોલેજ બધુ જ બંધ છે.

પરંતુ શિક્ષણ રૂપી જ્ઞાનના ધારા અવિરત ચાલુ છે.

લોકડાઉનમાં શિક્ષણ માટેના નવા પરિમાણ એવા ડિજિટલ શિક્ષણનું મહત્વ વધી ગયું છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અનેક શાળા કોલેજ અને પ્રોફેશનલ કોર્ષીસ સાથે જોડાયેલા લોકો ડિજિટલ શિક્ષણ થકી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યાં છે.

લોકડાઉન અગાઉ ગણ્યા ગાંઠ્યા લોકો ડિજિટલ શિક્ષણથી અભ્યાસ કરતાં જેની સંખ્યા હવે 20 ટકા આસપાસ થઈ ગઈ છે.

હાલના સમયમાં શૈક્ષણિક સંસ્થાઓ પોતાના ઉદ્દેશમાં સફળ થઈ હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે.

જો કે હાલમાં શાળા અને કોલેજમાં સરેરાશ વિદ્યાર્થીઓ વધી રહ્યાં છે.

વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન એજ્યુકેશનથી વાકેફ થવાની સાથે ટેવાઈ રહ્યાં છે.


આવનારા દિવસોમાં પણ શિક્ષણની પરિભાષા બદલાશે એવો તજજ્ઞો મત વ્યક્ત કરી રહ્યાં છે.

હાલના સમયમાં સુરત જિલ્લામાં પ્રાથમિક શાળામાં 15 ટકા, કોમર્સ આર્ટસ કોલેજમાં 80 ટકા વિદ્યાર્થીઓ ડિજિટલ એજ્યુકેશન સાથે જોડાયા છે.લોકડાઉનમાં કોલેજીયનો ઓનલાઈનનું મહત્વ સમજ્યાં.

કોલેજમાં ઓફલાઈન શિક્ષણ આપવાની સાથે સાથે ઘણા સમયથી ઘરમાં જ ડિજિટલ એજ્યુકેશન આપવા માટે સ્ટુડિયો બનાવ્યો.

પરંતુ લોકડાઉન અગાઉ જૂજ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઓનલાઈન વીડિયોથી શિક્ષણ મેળવતાં હતાં.

હાલના લોકડાઉનના સમયમાં  વીડિયો જોનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે.

વિદ્યાર્થીઓ ન સમજાય તો કોમેન્ટ કરીને સવાલો પણ કરે છે.

આવનારા સમયમાં પણ વિદ્યાર્થીઓમાં આ ટ્રેન્ડ જળવાઈ રહેશે તેમ કહી શકાય છે.

60 ટકા ખાનગી શાળાઓ ડિજિટલના પંથેસ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ દીપક રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, ડિજિટલ શિક્ષણના વધેલા ચલણને જોતાં એવું પણ બને કે, આવનારા વર્ષોમાં પ્રાથમિક અને પ્રિ પ્રાયમરી જેવા ફોર્મલ એજ્યુકેશન માટે શાળાએ જવું ન પડે

ભારતમાં એ સિસ્ટમ અપનાવતા 50 વર્ષ લાગે તેમ હતાં જો કે લોકડાઉનના કારણે સિસ્ટમ વહેલા આવી ગઈ છે.

હાલના સમયમાં 60 ટકા ખાનગી શાળાઓ ડિજિટલ એજ્યુકેશન આપી રહી છે.

તેમાં 70થી 80 ટકા વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યાં છે.

વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ હકારાત્મક પ્રતિભાવ આપી રહ્યાં છે.

હાલ લોક ડાઉનના સમયમાં વર્ચ્યુઅલ ક્લાસનો પાયો નંખાઈ ગયો હોય તેમ કહી શકાય છે.

0 comments:

Post a Comment